Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સાતમથી દસમ સુધી ઉજવાતો ઉત્સવ, મેઘરાજાની પ્રતિમાને સાજ શણગાર સાથે વાઘા પહેરાવાયા,જુઓ એક ઝલક

ભરૂચ જિલ્લામાં દિવાસાના દિવસથી મેઘરાજાની સ્થાપના કરવામાં આવી હતી અને પ્રતિમાનું સ્થાપન કર્યું હતું.

X

ભરૂચ જીલ્લામાં દિવાસાના દિવસથી મેઘરાજાની સ્થાપના કરવામાં આવી હતી, જયારે આજે શ્રાવણી પૂનમના દિવસે મેઘરાજાને સુરંગી વસ્ત્રોનો શણગાર કરીને પ્રતિમાને પૂર્ણ કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં દિવાસાના દિવસથી મેઘરાજાની સ્થાપના કરવામાં આવી હતી અને પ્રતિમાનું સ્થાપન કર્યું હતું.આ મૂર્તિને સુંદર વસ્ત્રો અને સાજ શણગાર કરવામાં આવ્યો છે . ભારત દેશમાં એકમાત્ર ભરૂચ જિલ્લામાં ભોઇ સમાજ દ્વારા વર્ષોથી મેઘરાજાના ઉત્સવની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવે છે , વિસના ક્વિસે નર્મદા નદીની કાળી માટીમાંથી મેઘરાજાની પ્રતિમા બનાવવામાં આવે છે અને આજે રક્ષાબંધનના દિવસ એટલે શ્રાવણી પૂનમના દિવસે મેઘરાજાને સુરંગી વસ્ત્રોનો શણગાર કરીને પ્રતિમાને પૂર્ણ કરવામાં આવી હતી.

Next Story