ભરૂચ : ભોલાવ GIDCની નર્મદા પેકેજીંગ કંપનીમાં ફાટી નીકળી ભીષણ આગ, કલેકટર-એસપી ઘટના સ્થળે...

ભોલાવ જીઆઈડીસીમાં આવેલી નર્મદા પેકેજીંગ કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તાર લાયબંબાના સાયરનથી ગુંજી ઉઠ્યો હતો.

New Update
ભરૂચ : ભોલાવ GIDCની નર્મદા પેકેજીંગ કંપનીમાં ફાટી નીકળી ભીષણ આગ, કલેકટર-એસપી ઘટના સ્થળે...

ભરૂચની ભોલાવ જીઆઈડીસીમાં આવેલી નર્મદા પેકેજીંગ કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તાર લાયબંબાના સાયરનથી ગુંજી ઉઠ્યો હતો. બનાવના પગલે જિલ્લા કલેકટર, જીલ્લા પોલીસવડા સહિત વહીવટી તંત્રના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ભરૂચ જીલ્લામાં સતત બીજા દિવસે પણ આગ લાગવાનો બનાવો યથાવત રહ્યા છે. ગતરોજ પાનોલી જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી હતી. તો બીજા બનાવમાં પાલેજ જીઆઈડીસીમાં આગનો બનાવ સામે આવ્યો હતો, ત્યારે આજે વહેલી સવારે ભરૂચની ભોલાવ જીઆઈડીસીના સેઝ-2માં આવેલા નર્મદા પેકેજીંગ કંપનીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. વહેલી સવારે લાગેલી આગની ઘટનામાં ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો માળો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા. પરંતુ કંપનીમાં પ્લાસ્ટિકનું મટીરીયલ હોવાના કારણે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બનવતા પાનોલી, અંકલેશ્વર, જીએનએફસી, એલ.એન્ડ.ટી, ભરૂચ નગરપાલિકા સહિતના 20થી વધુ ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચી કેમિકલ ફોર્મ સહિતના સાધનો વડે આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, વિકરાળ આગ હોવાના પગલે ધુમાડાના ગોટેગોટા 15 કિલોમીટર દૂર અંકલેશ્વર સુધી પણ જોવા મળ્યા હતા. ભારે જહેમતે આ આગ 5 કલાક બાદ પણ કાબુમાં આવી ન હતી. આગ લાગી તે સ્થળ ઉપર જ જીઈબીની હાઈટેન્શન લાઈન પસાર થતી હોય, જેથી લોકોના જીવ તાળવે ચોંટતા વીજ પુરવઠો પણ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો હતો. તો આગમાં નજીકમાં પાર્ક કરેલ ફોર વ્હીલર કાર બળીને ખાખ થઈ જવા પામી હતી. તો બીજી તરફ, નજીકમાં આવેલી સોસાયટીના રહીશોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ભયંકર આગ બાજુની કંપનીમાં ન પ્રસરે તે માટે ફાયર ફાયટરો દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આગની ઘટના પગલે ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા, જીલ્લા પોલીસવડા ડૉ. લીના પાટીલ,

Latest Stories