ભરૂચ : દહેજના જોલવા ગામ નજીક ક્રૂડ ઓઈલની પાઇપલાઇનમાં લાગી ભીષણ આગ, 2 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા….

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાને ખનીજ તેલના દરિયા પર તરતાં ટાપુ સમાન માનવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં તેલના કુવા આવેલા છે

ભરૂચ : દહેજના જોલવા ગામ નજીક ક્રૂડ ઓઈલની પાઇપલાઇનમાં લાગી ભીષણ આગ, 2 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા….
New Update

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાને ખનીજ તેલના દરિયા પર તરતાં ટાપુ સમાન માનવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં તેલના કુવા આવેલા છે સાથે તાલુકાની દહેજ જીઆઇડીસીની ઉત્પાદન પ્રક્રિયા માટે તેલ અને ગેસની જરૂરિયાત પાઈપલાઈન મારફતે પુરી પાડવામાં આવે છે. ત્યારે દહેજના જોલવા ગામ નજીક ક્રૂડ ઓઇલની પાઈપલાઈનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી.

આગના કારણે આકાશમાં કાળાડિબાંગ વાદળ છવાયા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા 2 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે દોડી ગયા હતા. એકતરફ આકાશમાં ઉડતા કાળાડિબાંગ વાદળોએ સ્થાનિકોમાં ગભરાટ ફેલાવ્યો હતો તો બીજી તરફ આગ કઈ પાઇપલાઇનમાં લાગી છે તે પણ તપાસનો વિષય બન્યો છે. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર , ONGC કે ભરૂચ જિલ્લા પોલીસ તરફથી ઘટનાને બપોરે 3 વાગ્યા સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરાયું નથી. ઘટનાસ્થળે ઇમરજન્સીનો કોલ મળતા ફાયર બ્રિગેડ તરફથી બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે રવાના કરાયા છે જે આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. આગ ક્રૂડની પાઈપલાઈનમાં લાગી છે જોકે આ લાઈન કોની છે તે અંગે બપોરે 3 વાગ્યા સુધી સત્તાવાર માહિતી સામે આવી નથી.

#Bharuch #Gujarat #CGNews #Fierce fire #Fire Broke out #crude oil pipeline #Jolwa village
Here are a few more articles:
Read the Next Article