ભરૂચ: લિંકરોડ પર આવેલ જાણીતી પીઝા શોપમાં વેઇટર અને ગ્રાહક વચ્ચે મારામારીનો બનાવ, સામસામી નોંધાઈ પોલીસ ફરિયાદ

સ્ટાટર્સ અને ચાઇનીઝ સૂપનો ઓર્ડર આપ્યો હતો સૂપ આવતા તે તીખું હોવાથી તેને પરત લઇ જવા કહી ઓછું તીખું આપવા કહ્યું હતું..

ભરૂચ: લિંકરોડ પર આવેલ જાણીતી પીઝા શોપમાં વેઇટર અને ગ્રાહક વચ્ચે મારામારીનો બનાવ, સામસામી નોંધાઈ પોલીસ ફરિયાદ
New Update

ભરૂચના લીક રોડ ઉપર આવેલ વિલિયમ જોન્સ પીઝા રેસ્ટોરન્ટમાં સૂપ તીખું હોવાના મામલે માથાકૂટ થતા કર્મચારીઓ સહીત પાંચ લોકોને ઈજાઓ પહોંચી હતી મારામારી અંગે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે..

ભરૂચના સોનેરી મહેલ સર્કલ પાસે આવેલ ગોલવાડ ખાતે રહેતા કૃશાંગ શશીકાંત રાણા તેના કુંટુંબી ભત્રીજા ધ્રુવીક રાજેશ રાણા,હિમાંશુ રાજેશ રાણા,હેયાંગ શાહ,મિત્ર ભાવિન વણકર,સ્વયંમ શાહ અને રુશીલ શાહ તેમજ માનવ સાથે ભત્રીજા ધ્રુવીકના જન્મ દિન નિમિત્તે ભરૂચના લીક રોડ ઉપર આવેલ વિલિયમ જોન્સ પીઝા રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા જેઓએ સ્ટાટર્સ અને ચાઇનીઝ સૂપનો ઓર્ડર આપ્યો હતો સૂપ આવતા તે તીખું હોવાથી તેને પરત લઇ જવા કહી ઓછું તીખું આપવા કહ્યું હતું..

જે બાદ ઘણો સમય વીતી ગયા બાદ સૂપ આવતા તેને પરત લઇ જવા કહેતા જ રેસ્ટોરન્ટના બે કર્મચારીઓ પ્લેટો લઈને આવી ગેરવર્તણૂક કર્યું હતું જે યુવાનોએ પીઝા ખાવાનું માંડી વાળી કર્મચારીઓના વર્તન અંગે મેનેજરને કહેવા જતા મેનેજરે તમે અમારા કર્મચારીઓ સાથે ગેરવર્તન કર્યું હોવાનું કહી ગુસ્સે થઇ ગયેલ અને યુવાનોને ધક્કો મારતા આઠ જેટલા કર્મચારીઓ યુવાનો પર તૂટી પડ્યા હતા અને મારામારી કરી હતી આ મારામારીમાં કૃશાંગ રાણા, હેયાંગ શાહ અને સ્વયંમ શાહને ઈજાઓ પહોંચી હતી.ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

જયારે સામે પક્ષના વિલિયમ જોન્સ પીઝા રેસ્ટોરન્ટના આસિસ્ટન્ટ મેનેજર માન બહાદુર વિજયકુમાર શારકીએ એ ડીવીઝન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર આશરે ૧૦ વાગ્યાના અરસામાં ૬ મોટા અને બે નાના છોકરાઓ જમવા આવ્યા હતા જેઓએ ચાઇનીઝ સૂપ અને સ્ટાટર્સ મંગાવ્યું હતું કર્મચારી ગણેશ મંડલ ચાઇનીઝ સૂપ આપવા ગયો હતો જે સૂપ તેઓને તીખું લાગતા તેને પરત કરી અન્ય કર્મી દીપક સુનાર આપવા ગયો હતો જેને સૂપ પરત લઇ જવાનું કહી એક યુવાને અપશબ્દો ઉચ્ચાર્યા હતા અને સૂપ નથી પીવું જેથી કર્મચારી ટેબલ ઉપર પ્લેટ ગોઠવતો હતો તે વેળા કોલ્ડ્રીંકની બોટલ હલી જતા ફરી અપશબ્દો ઉચ્ચારતા કર્મચારીએ આસિસ્ટન્ટ મેનેજર માન બહાદુર વિજયકુમાર શારકીને કહેતા તેઓ યુવાનોને ગેરવર્તન નહિ કરવા કહેવા જતા તેઓએ માથાકૂટ કરી હતી અને અન્ય ઇસમોને બોલાવી મારામારી કરી હતી આ મારામારીમાં પાંચ લોકોને ઈજાઓ પહોંચી હતી મારામારી અંગે એ ડીવીઝન પોલીસે સામસામે પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

#Bharuch #GujaratConnect #Bharuch Police #Bharuch GujaratiNews #bharuchnews #મારામારી #વિલિયમ જોન્સ પીઝા #William Jones Pizza
Here are a few more articles:
Read the Next Article