દહેજની દેશની સૌથી મોટી હાઇડ્રોજન પેરોકસાઈડનું ઉત્પાદન કરતી ઇન્ડિયન પેરોકસાઈડ કંપનીમાં શુક્રવારે લાગલી વિકરાળ આગે ઔદ્યોગિક જિલ્લાને એલર્ટ મોડમાં લાવી દીધો હતો. દહેજ-આમોદ રોડ પર આવેલી ઇન્ડિયન પેરોકસાઈડ કંપની 15 હજાર સ્કવેર મીટરમાં 5 વર્ષ પેહલા સ્થપાઈ હતી. દૈનિક 150 ટન પર ડે હાઇડ્રોજન પેરોકસાઈડની સ્વિડન ટેકનોલોજીથી ઉત્પાદન કરતી IPL દેશની સૌથી મોટી પેરોકસાઈડ બનાવતી કંપની છે.કંપનીમાં પ્રોસેસિંગ પ્રક્રિયા ચાલતી હતી ત્યારે શુક્રવારે રાતે 10.50 કલાકે મેજર ફાયરનો કોલ મળ્યો હતો. રીએક્ટરમાં કોઈ કારણોસર લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો.કંપનીમાં રહેલા 66 કર્મચારીઓ સમયસર બહાર આવી જતા તેઓનો બચાવ થયો હતો. ઘટનાને લઈ સેફટી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ, જીપીસીબી, દહેજ પોલીસ અને વહીવટી તંત્ર દોડી ગયું હતું. વિકરાળ બનેલી આગ પર 8 થી વધુ ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી 3 કલાકની જહેમતે કાબુ મેળવી લીધો હતો. કંપનીને પ્રોડક્શન બંધ રાખવા પ્રોહીબીટરી ઓર્ડર આપી આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસવા શનિવારથી તંત્રે કવાયત હાથ ધરી છે.
ભરૂચ: દહેજની ઇન્ડિયન પેરોકસાઈડ કંપનીમાં લાગેલ આગ 3 ક્લાક બાદ કાબુમાં આવી, એક કામદારને ઇજા
દહેજની દેશની સૌથી મોટી હાઇડ્રોજન પેરોકસાઈડનું ઉત્પાદન કરતી ઇન્ડિયન પેરોકસાઈડ કંપનીમાં શુક્રવારે લાગલી વિકરાળ આગે ઔદ્યોગિક જિલ્લાને એલર્ટ મોડમાં લાવી દીધો હતો.
New Update
Latest Stories