/connect-gujarat/media/post_banners/8c972d8f6f90bccd2e1b45ba525103667ef8ff99757029543dda6890688e9b57.jpg)
મનુબર ચોકડી નજીક ખેતરમાં લાગી અચાનક આગ
આગ ફાટી નીકળતા આસપાસના લોકોમાં નાસભાગ
આગના પગલે પાલિકાના ફાયર ફાઇટરોએ દોટ મુકી
પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવાયો
મોટી જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી
ભરૂચ શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલ મનુબર ચોકડી નજીક ખેતરમાં અચાનક આગ ફાટી નીકળતા ફાયર ફાઇટરોએ દોટ મુકી હતી. મળતી માહિતી અનુસાર, ભરૂચની મનુબર ચોકડી નજીક આવેલ એક ખેતરમાં આગ ભભુકી ઉઠતા આસપાસના ઝૂપડાવાસીઓમાં ગભરાટ પ્રસરી ગયો હતો. બનાવના પગલે ભરૂચ ફાયર બ્રિગેડના જવાનોએ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉનાળામાં વધતા જતા તાપમાનમાં આગના બનાવોમાં પણ ઉછાળો આવ્યો છે, ત્યારે આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગ ગઢવી સહિત તેઓની ટીમ ઘટના સ્થળ પર ધસી આવી હતી. જોકે, આગની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી.