ભરૂચ: હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફટાકડા બજાર થશે શરૂ, સુરક્ષા અને સલામતીના પગલા લેવાય એ જરૂરી

પ્રકાશના પર્વ દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડમાં ફટાકડાના વેપારીઓ દ્વારા સ્ટોલ ઊભા કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે

ભરૂચ: હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફટાકડા બજાર થશે શરૂ, સુરક્ષા અને સલામતીના પગલા લેવાય એ જરૂરી
New Update

પ્રકાશના પર્વ દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડમાં ફટાકડાના વેપારીઓ દ્વારા સ્ટોલ ઊભા કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

દિવાળીના તહેવારને હવે ગણતરીના ‌દિવસો બાકી છે ત્યારે શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડમાં ફટાકડાના સ્ટોલની તૈયારીઓ વેપારી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે ફટાકડાની વેરાઇટી બજારમાં આવી ગઈ છે ફટાકડાના ભાવમાં 50 થી 60 ટકા વધારો થયો છે.પાછલા બે વર્ષથી કોરોના કહેર અને સાથે સાથે દિવાળીના તહેવાર સમયે વરસાદી માહોલ સર્જતાં ફટાકડાના વેપારીઓને રોવાનો વારો આવ્યો હતો ત્યારે ફરી એક વખત દિવાળીમાં ફટાકડાના ભાવમાં 50થી 60 ટકાના વધારા સાથે વરસાદી માહોલ વચ્ચે સારા વેપારની આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હોસ્ટેલ ગ્રાઉન્ડમાં ફટાકડા બજાર ઉભુ કરવામાં આવે છે અને આ ગ્રાઉન્ડ માનવવસ્તીની નજીક જ છે ત્યારે તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીના પગલા ભરવામાં આવે એ જરૂરી છે.

#Bharuch #Gujarat #ConnectGujarat #safety #Diwali #firecracker #HostelGround
Here are a few more articles:
Read the Next Article