New Update
/connect-gujarat/media/post_banners/472f7b0db644ec1b82617fcfac185c961211878c44f72e753431ab98654eb40f.webp)
ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ અતિથિ રિસોર્ટની સામે ખુલ્લી જગ્યામાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી જવા પામી હતી.
હાલમાં પડી રહેલી અસહ્ય ગરમીમાં અનેક સ્થળોએ આગ લાગવાના બનાવો બની રહ્યા હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે, ત્યારે ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ અતિથિ રિસોર્ટની સામે સૂકા ઝાડમાં આચનક આગ ફાટી નીકળી હતી. આગના કારણે ધૂમાડાના ગોટે ગોટા નજરે પડતા જ સ્થાનિકોએ બનાવની જાણ GNFC કંપનીના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાય નહોતી.
Latest Stories