Connect Gujarat
ભરૂચ

ભરૂચ: મક્તમપુર વિસ્તારમાં ફાયરિંગની ઘટના, પોલીસને ફુટેલી 4 બુલેટ મળી આવી

નર્સરીના માલિક ઉપર અજાણ્યા શખ્શે આડેધડ ફાયરિંગ કર્યું છે.હજુ સુધી આ ગોળીબાર પાછળનું કારણને હુમલાખોરો વિષે કોઈ માહિતી સામે આવી નથી

X

ભરૂચના મક્તમપુર વિસ્તારમાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે ભરૂચના મક્તમપુર વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. નર્સરીના માલિક ઉપર અજાણ્યા શખ્શે આડેધડ ફાયરિંગ કર્યું છે.હજુ સુધી આ ગોળીબાર પાછળનું કારણને હુમલાખોરો વિષે કોઈ માહિતી સામે આવી નથી.ઇજાગ્રસ્ત રામ ઈશ્વર શાહના પુત્ર લલન શાહે ગામમાં બનેલ જૂની ઘટનાની અદાવતમાં બની હોવાનું પ્રાથમિક અનુમાન લગાવ્યુ હતું.

ભરૂચના મકતમપુર ગામના દરગાહ નજીક આજરોજ સવારે 6 .45 વાગે કુદરતી હાજતએ ગયેલા નર્સરીમાં કામ કરતા ૫૫ વર્ષીય રામ ઈશ્વર શાહ ઉપર અજાણ્યા શખ્શોએ ફાયરિંગ કર્યું છે.જેમાં રામ ઈશ્વર શાહને છાતી અને માથા ભાગે ઈજાઓ પહોંચી હતી.ઇજાગ્રસ્તને ગંભીર હાલતમાં ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની પોલીસ વિભાગ ને થતા ભરૂચ સી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ કરતા પોલીસને ૪ ફુટેલી બુલેટ મળી આવી હતી.

Next Story