/connect-gujarat/media/post_banners/31b86d1d8c0bae5dd08f14de258d8984dc368ff4cba7b6f878dc75887c59414b.webp)
ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની 2012માં સ્થાપના થયા બાદ 10 વર્ષમાં પ્રથમ વખત ટાઉન પ્લાનિંગ સ્કીમ બહાર પાડવામાં આવી છે.તવરા વિસ્તારની પાંચ ટાઉન સ્કીમ માટે આજે જમીન માલિકો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.
ભરૂચ શહેરનો વર્ષો અગાઉ જે રીતે પાંચબત્તીથી દક્ષિણ તરફ વિકાસ થયો હતો તેવી રીતે જ હવે તવરા રોડ પર નવા ભરૂચનો ઉદય થઈ રહ્યો છે ભરૂચ અંકલેશ્વર શહેર વિકાસ સત્તા મંડળની રચના બાદ પ્રથમ વખત પાંચ ટીપી સ્કીમ જાહેર કરવામાં આવી છે.આ ટીપી સ્કીમમાં 682 હેક્ટર જમીનને આવરી લેવામાં આવી છે ભરૂચમાંથી અગામી દિવસોમાં એક્સપ્રેસ હાઈવે, હાઈ સ્પીડ ટ્રેન, ભાડભૂત બેરેજ યોજના, બલ્બ ડ્રગપાર્ક સહિતના મોટા પ્રોજેક્ટ આવી રહ્યા છે ત્યારે નવી ટીપી સ્કીમથી એક નવું ભરૂચ શહેર વિકસવા જઈ રહ્યું છે. ભરૂચ નગરપાલિકાની સ્થાપના બાદ વર્ષ 1986માં ટીપી સ્કીમ બહાર પાડવામાં આવી હતી.
નગરપાલિકાઓ હસ્તકની ભરૂચની ત્રણ અને અંકલેશ્વરની એક ટીપી સ્કીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.આ ટીપી સ્કીમથી હાઇવે તથા આંતરિક રસ્તાઓ સાથે વૈકલ્પિક રસ્તાઓની જોડાણ, દરેક પ્લોટમાં સારા ,પાણી ગટર સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધાઓ મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે આ ટીપી સ્કીમથી સ્થાનિક જમીન માલિકો સાથે પૂર્વ પટ્ટીના વિસ્તારના લોકોને ફાયદાકારક સાબિત થનાર છે.આ કાર્યક્રમ તવરા રોડ પર આવેલ નર્મદા કોલેજ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા,નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા,આર ડી.સી આર.એ ધાંધલ સહિતના અધિકારીઓએ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.