/connect-gujarat/media/post_banners/0a8f70de9a788131ed787da3470c3cec4355edbadc5b49fd5b2c22d5bec77807.jpg)
ભરૂચ શહેરમાં પહેલીવાર જૈન સંઘ દ્વારા ઐતિહાસિક ચાર્તુમાસની ઉજવણી કરવામાં આવશે. જેમાં શહેરના 9 જૈન દેરાસર અને 7 જૈન સંઘના સંયુક્ત ઉપક્રમે શક્તિનાથ ખાતે ચાર્તુમાસમાં સત્સંગ, અનુષ્ઠાન અને પ્રવચન તેમજ ભક્તિનો સમન્વય યોજાશે. આ નિમિત્તે શ્રી માળી પોળ જૈન દેરાસર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૈનાચાર્ય ગચ્છાધી પતી આચાર્ય રાજ્યશ સુરીસ્વરજી, જૈન સમાજના અગ્રણી શાંતિલાલ શ્રોફ, વિકેશ શાહ, લોકેશ શાહ અને આચાર્ય વીતરાગ સુરીસ્વરજીએ વિસ્તૃત માહિતી પ્રદાન કરી હતી. સમગ્ર ચાર્તુમાસમાં આચાર્યો, ભગવંતો રાજ્યશ સુરીસ્વરજીની નિશ્રામાં યોજાનાર શ્રીસંસ્કાર, સુવાસ અને ભવ્ય ચાર્તુમાસની વિશેષ ઉજવણી કરવામાં આવશે, ત્યારે સમગ્ર ચાર્તુમાસની ઉજવણી દરમ્યાન આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમનો લ્હાવો લેવા જૈન બંધુઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.