Connect Gujarat
ભરૂચ

ભરૂચ: શેરપુરા ખુર્શીદ પાર્ક સોસાયટીમાં વોન્ટેડ બુટલેગરના ઘરમાંથી રૂપિયા 96 હજારનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો,પોલીસે તપાસ શરૂ કરી

શેરપુરા ડુંગરી રોડ ઉપર ખુર્શીદ પાર્ક સોસાયટીમાં રહે છે જેવી બાતમીના આધારે પાલેજ પોલીસે બુટલેગરના ઘરે દરોડા પાડ્યા હતા

ભરૂચ: શેરપુરા ખુર્શીદ પાર્ક સોસાયટીમાં વોન્ટેડ બુટલેગરના ઘરમાંથી રૂપિયા 96 હજારનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો,પોલીસે તપાસ શરૂ કરી
X

ભરૂચના શેરપુરા ડુંગરી રોડ ઉપર ખુર્શીદ પાર્ક સોસાયટીમાં બુટલેગરને પકડવા આવેલ પાલેજ પોલીસે વિદેશી દારૂનો 96 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પાલેજ પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી મોહમંદ યાસીન દાઉદ મેમણ ભરુચના શેરપુરા ડુંગરી રોડ ઉપર ખુર્શીદ પાર્ક સોસાયટીમાં રહે છે જેવી બાતમીના આધારે પાલેજ પોલીસે બુટલેગરના ઘરે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ તપાસ કરતાં ત્યાં પેટી પલંગમાં સંતાડેલ વિદેશી દારૂના 960 નંગ પાઉચ મળી આવ્યા હતા પોલીસે 96 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગર મોહમંદ યાસીન દાઉદ મેમણને વોન્ટેડ જાહેર કરી તમામ મુદ્દામાલ ભરુચ બી ડિવિઝન પોલીસ મથકે સોપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Next Story