/connect-gujarat/media/post_banners/dd412351f32a9b214521dea041a4d4b467039f0a7e95bcdf05b4d136ed4f242a.webp)
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે સુરવાડી ગામની સીમમાં બાવળની ઝાડમાંથી ૫૪ હજારનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો જયારે બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવા દીવા ગામના શામજી ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર કિશન મનાભાઈ વસાવા અને સંજય રમેશ વસાવાએ મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો મંગાવી સુરવાડી ગામની સીમમાં પટેલના દડા વગામાં બાવળની ઝાડમાં સંતાડી રાખેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૪૪૧ નંગ બોટલ મળી કુલ ૫૪ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને નવા દીવા ગામના શામજી ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર કિશન વસાવા અને સંજય વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.