Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વિદેશ રાજ્યમંત્રી મિનાક્ષી લેખીએ ખેડૂતોને કહ્યા "મવાલી", આમ આદમી પાર્ટીએ નોંધાવ્યો વિરોધ

વિદેશ રાજ્યમંત્રી દ્વારા ખેડૂતો વિરુદ્ધ અપાયું વિવાદીત નિવેદન, કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને કહ્યા હતા “મવાલી”.

X

કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો વિરુદ્ધ વિવાદીત નિવેદન આપવાના કારણે વિદેશ રાજ્ય મંત્રી મિનાક્ષી લેખી વિવાદમાં આવ્યા છે, ત્યારે મિનાક્ષી લેખી દ્વારા જાહેરમાં માફી માંગવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું.

ખેડૂતોના વિરોધ પ્રદર્શન વચ્ચે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ફરી વાતચીત કરીને સમાધાન કરવાની તૈયારી દર્શાવી હતી, તેમણે કહ્યું હતું કે, સરકાર ખેડૂતો સાથે વાત કરવા માટે તૈયાર છે, ત્યારે 3 કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા આંદોલનકારી ખેડૂતોને લઈ વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી દ્વારા વિવાદીત નિવેદન આપવામાં આવ્યું હતું.

મિનાક્ષી લેખીએ ખેડૂતો પર વિવાદીત ટીપ્પણી કરતાં કહ્યું હતું કે, જે આંદોલન કરી રહ્યા છે તે ખેડૂતો નથી, મવાલી છે. ખેડૂતો માત્ર દલાલોની મદદ કરી રહ્યા હોવાનું પણ તેઓએ ઉમેર્યું હતું. વિદેશ રાજ્યમંત્રી મિનાક્ષી લેખીના વિવાદીત નિવેદનો બાદ દેશમાં ચારે બાજુ વિરોધનો સૂર ઉઠ્યો છે, ત્યારે મિનાક્ષી લેખી દ્વારા જાહેરમાં માફી માંગવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

Next Story