ભરૂચ: પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં સન્માન સમારોહ યોજાયો

ધી ભરૂચ-નર્મદા જીલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લીમીટેડની ૫૫મી વાર્ષિક સાધારણ સભા અને સન્માન સમારોહ યોજાયો.

ભરૂચ: પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં સન્માન સમારોહ યોજાયો
New Update

ધી ભરૂચ-નર્મદા જીલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લીમીટેડની ૫૫મી વાર્ષિક સાધારણ સભા અને સન્માન સમારોહ યોજાયો.

ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે ધી ભરૂચ-નર્મદા જીલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લીમીટેડની ૫૫મી વાર્ષિક સાધારણ સભા અને સન્માન સમારોહ યોજાયો હતો જેમાં અમલેશ્વર હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય અને ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શિક્ષકોની કો.ઓ. ક્રેડિટ સિસાયટીના વિદાય લેતા ચેરમેન પ્રવિણસિંહ રણાનું સન્માન કરવામાં આવ્યું હતું.પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, વાગરા વિધાસભાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, શિક્ષણ વિભાગ ગાંધીનગરના અધિકારી બી.એન.રાજગોર અને મહેશ મહેતા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસીઆ, લોક ગાયક અભેસિંહ રાઠોડ સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા

#Bharuch #Connect Gujarat #BeyondJustNews #ceremony #Bhupendrasinh Chudasama #Former Education Minister
Here are a few more articles:
Read the Next Article