Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નેત્રંગની ચાસવડ આશ્રમ શાળા ખાતે પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસીયાએ PM મોદીના જન્મદિવસની ઉજવણી કરી

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની ચાસવડ આશ્રમ શાળા ખાતે પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસીયાએ કેક કાપી બાળકોને ચોકલેટનું વિતરણ કર્યું હતું.

ભરૂચ : નેત્રંગની ચાસવડ આશ્રમ શાળા ખાતે પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસીયાએ PM મોદીના જન્મદિવસની ઉજવણી કરી
X

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની ચાસવડ આશ્રમ શાળા ખાતે પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસીયાએ કેક કાપી બાળકોને ચોકલેટનું વિતરણ કર્યું હતું.

ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે કાર્યરત કસ્તુરબા આશ્રમ શાળામાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કસ્તુરબા આશ્રમ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી અને પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસીયાએ કેક કાપી આશ્રમ શાળામાં અભ્યાસ કરતા બાળકોને ચોકલેટનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ખુમાનસિંહ વાંસીયાએ જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદી સાથે અબાજી-ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં સ્કૂટર પર ફરીને જનસંઘ અને ભાજપ માટે પ્રચાર કર્યો હતો. આજે નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી તરીકે જોતા ગર્વની લાગણી અનુભવું છું. જે દરમ્યાન નેત્રંગ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખ વસાવા, મુકેશ પટેલ અને દિવ્યાંગ મિસ્ત્રી સહિત શિક્ષકો-બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story