ભરૂચ : દહેગામ નજીક ટ્રેલર અને મોપેડ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં દહેગામના માજી સરપંચ ઇલ્યાસ પટેલનું મોત

બાયપાસથી દહેજને જોડતા માર્ગ ઉપર ગત શુક્રવારે રાત્રીના સમયે સર્જાયેલ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

ભરૂચ : દહેગામ નજીક ટ્રેલર અને મોપેડ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં દહેગામના માજી સરપંચ ઇલ્યાસ પટેલનું મોત
New Update

ભરૂચ જિલ્લાના બાયપાસથી દહેજને જોડતા માર્ગ ઉપર ગત શુક્રવારે રાત્રીના સમયે સર્જાયેલ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, ભરૂચના દહેગામ ગામના માજી સરપંચ અને ભરૂચ જિલ્લા કોંગેસ સમિતિના અગ્રણી નેતા એવા ઇલ્યાસ પટેલ ગતરોજ પોતાના ગામ દહેગામથી મોપેડ લઈ જંબુસર બાયપાસ ચોકડી તરફ આવી રહ્યા હતા. આ દરમ્યાન દહેગામ ચોકડી પાસે જ તેઓની પાછળથી આવેલ એક કન્ટેનરના ચાલકે મોપેડને ટક્કર મારી પાછળનું વ્હીલ અથાડી અકસ્માત સર્જતા મોપેડ સવાર ઇલ્યાસ પટેલ જમીન પર પટકાયા હતા, ત્યારે ગંભીર ઈજાના પગલે ઇલ્યાસ પટેલને સારવાર મળે તે પહેલા જ તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટના બાદ સ્થળ પર લોક ટોળા જામ્યા હતા. તો બીજી તરફ પોલીસે પણ સ્થળ પર દોડી જઈ ટ્રેલરના ચાલકની ધરપકડ કરી સમગ્ર મામલે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

#Bharuch #Gujarat #accident #died #former sarpanch #Dehgam #Ilyas Patel
Here are a few more articles:
Read the Next Article