/connect-gujarat/media/post_banners/3693e911eaccaaa676bbe6b6d91d6e6ce7de50f722e7f3ceabd12fd755c92fd2.webp)
વાલિયા પોલીસે જબુગામના સ્ટેશન ફળિયામાં રહેણાંક ઘરમાંથી જુગાર રમતા ચાર જુગારીયાઓને ૫૪ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
વાલિયા પોલીસ મથકના પી.આઈ. કે.વી.ચુડાસમા અને સ્ટાફ જુગાર પ્રોહીબીશન ડ્રાઈવના પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જબુગામના સ્ટેશન ફળિયામાં રહેતો યુનુશ યુસુફ કડીવાલાના ઘરમાં જુગારધામ ચાલી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસના દરોડાને પગલે જુગારીયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી પોલીસે સ્થળ પરથી રોકડા ૪૨ હજાર મળી કુલ ૫૪ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુખ્ય સુત્રધાર યુનુશ યુસુફ કડીવાલા,બિલાલ દાઉદ આદમ સીડીયોટ,યુસુફ ઐયુબ કાસમ ચેણીયા સહીત ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.