ભરૂચ : ગંધાર ગામે નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો, આરોગ્યલક્ષી સેવાનો લોકોએ લાભ લીધો...

GACL એજ્યુકેશન સોસાયટી, શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ-અંકલેશ્વર તેમજ વાગરા હેલ્થ બ્લોકના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : ગંધાર ગામે નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો, આરોગ્યલક્ષી સેવાનો લોકોએ લાભ લીધો...

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ગંધાર ગામ ખાતે GACL એજ્યુકેશન સોસાયટી, શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ-અંકલેશ્વર તેમજ વાગરા હેલ્થ બ્લોકના સહયોગથી નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના વાગરા તાલુકાના ગંધાર ગામની પ્રાથમિક શાળા ખાતે GACL એજ્યુકેશન સોસાયટી, શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ-અંકલેશ્વર તેમજ વાગરા હેલ્થ બ્લોકના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment

જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગામોમાંથી આવેલા લાભાર્થી દર્દીઓએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં નાક, કાન, ગળા, આંખ, હાડકા તેમજ અન્ય સર્વરોગના નિષ્ણાંત તબીબોએ દર્દીઓની નિ:શુલ્ક સેવા આપી હતી. આ સાથે જ મીઠાના અગરમાં કામ કરતા અગરિયાઓના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. સમગ્ર કેમ્પ દરમ્યાન સ્થાનિક આગેવાનો, તબીબો, નર્સિંગ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Read the Next Article

ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને તાપીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગે આગામી ત્રણ કલાક વરસાદને લઈ આગાહી કરી છે.  હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને તાપીમાં ગાજવીજ

New Update
વરસાદ

હવામાન વિભાગે આગામી ત્રણ કલાક વરસાદને લઈ આગાહી કરી છે.  હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને તાપીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમય દરમિયાન પવનની ગતિ 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

Advertisment

હવામાન વિભાગની આગાહી મુજબ સુરત, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, બનાસકાંઠામાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.  

રાજ્યમાં સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 34 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં ભરૂચના હાંસોટમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે.   ભાવનગરના મહુવામાં સવા બે ઈંચ, ભરૂચના નેત્રંગમાં બે ઈંચ,ભરૂચમાં બે ઈંચ વરસાદ,સુરતના માંગરોળમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો છે.

કામરેજમાં એક ઈંચ,  ધોલેરામાં એક ઈંચ,  ઝઘડિયામાં પોણો ઈંચ, નાંદોદમાં પોણો ઈંચ, તળાજામાં પોણો ઈંચ, વાગરામાં પોણો ઈંચ, તિલકવાડામાં અડધો ઈંચ, ધારીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.  શિનોરમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો તો તાલાલામાં અડધો ઈંચ વરસાદ વરસી ગયો.

Advertisment
Latest Stories