Connect Gujarat
ભરૂચ

ભરૂચ : 7X મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક મેડીકલ-સર્જીકલ કેમ્પ યોજાયો

શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટના સહયોગથી 7X મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક મેડીકલ એન્ડ સર્જીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચના શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટના સહયોગથી 7X મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક મેડીકલ એન્ડ સર્જીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચના શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટના સહયોગથી 7X મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક મેડીકલ એન્ડ સર્જીકલ કેમ્પ યોજાયો હતો. જેમાં 100થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓએ નિ:શુલ્ક મેડીકલ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં જનરલ સર્જન ડો. અજય કાબ્રા, જનરલ ફિજીસ્યન ડો. પાર્થિવ દોશી, ઓર્થોપેડિક સર્જન ડો. પાર્થ રંગપરિયા અને સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. સૌરીન પટેલ સહિતના તબીબોએ સેવા આપી હતી. આ કેમ્પમાં દર્દીઓને નિઃશુલ્ક દવા પણ આપવામાં આવી, અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Next Story