ભરૂચ LCB પોલીસે મુલદ ટોલ નાકા પાસેથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂ મળી કુલ રૂ. 5.10 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જીલ્લામાં પ્રોહિબિશન જુગારની અસામાજીક પ્રવૃતિઓ સદંતર અટકાવવા આપેલ સૂચના અન્વયે ભરૂચ LCBના પીઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એમ.વાળા સહિતનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, નેશનલ હાઇવે પર કારમાં એક ઈસમ દમણથી વિદેશી દારૂનો જથ્થો ભરી વડોદરા તરફ જઈ રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે મુલદ ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતાં વિદેશી દારૂની 596 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 85 હજારનો દારૂ અને 4 લાખની કાર મળી કુલ રૂ. 5.10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ નાની દમણના રાણા સ્ટ્રીટમાં રહેતા ઈસમને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 3 બુટલેગરોને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.