ભરૂચ: જંબુસર નગર સેવા સદનની સામાન્ય સભા યોજાય,વિકાસના વિવિધ કામોને મંજૂરી

ભરૂચની જંબુસર નગરપાલિકા ખાતે જનરલ સભા પાલિકા પ્રમુખ અમિષાબેન વિરેનભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.

New Update
ભરૂચ: જંબુસર નગર સેવા સદનની સામાન્ય સભા યોજાય,વિકાસના વિવિધ કામોને મંજૂરી

ભરૂચની જંબુસર નગરપાલિકા ખાતે જનરલ સભા પાલિકા પ્રમુખ અમિષાબેન વિરેનભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં કુલ 28 સભ્યો પૈકી આ 25 સદસ્યો હાજર રહ્યા હતા.

જંબુસર જનરલ સેવા સદનની સામાન્ય સભામાં કુલ 55 કામો એજન્ડામાં હતા સભાના પ્રારંભે પૂર્વ સદસ્ય ઝરીનાબેન અબ્દુલ અજીઝ શેખ જન્નતનસીન થયા હોય તેમને બે મિનિટ મૌન પાડી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.એજન્ડાના 55 કામો પૈકી સફાઇ ઉપકર,વાહન વેરા ,ગટરવેરા, પાણી વેરા, સહિતના કામોના નિયમો પ્રસિદ્ધ કરવામાં આવેલા હતા