Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નર્મદા નદીના પટમાં ગેરકાયદેસર ચાલતા રેતી ખનન પર ભૂસ્તર વિભાગના દરોડા,ભૂ માફિયાઓમાં ફફડાટ

નર્મદા નદીમાં ગેરકાયદેસર રીતે ચાલતા રેતી ખનન પર ભૂસ્તર વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે જેના કારણે ભૂ માફિયાઓમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે.

X

ભરૂચ નજીક નર્મદા નદીમાં ગેરકાયદેસર રીતે ચાલતા રેતી ખનન પર ભૂસ્તર વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે જેના કારણે ભૂ માફિયાઓમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે.

ભરૂચના સરદાર બ્રિજ નીચે નદીના પટમાં કેટલા સમયથી દિવસ તેમજ રાત્રે ચાલી રહ્યું હતું રેતી ખનન જેને લઈને સરકારને કરોડોનું નુકસાન થયુ છે.ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરતાં રેતી ખનન કરી રહેલા માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે ભૂસ્તર વિભાગની ટીમે દરોડા પાડી બે હિટાચી મશીન તેમજ રેતી ભરેલી બે ટ્રક સહિત રૂપિયા ૧ કરોડ ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો કર્યો હતો.વાહન ચાલકો ૨ ટ્રક સહિત ૧ મશીન બિનવારસી મુકીને ભાગી છુટ્યા હતા.થોડા સમય પહેલા પણ આજ સ્થળેથી મામલતદારે ૧ હીટાચી મશીન જપ્ત કર્યું હતું તેમ છતાં પણ રેતીખનન માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરવામાં આવી રહ્યું હતું જેના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે

Next Story