Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નેત્રંગની પ્રાથમિક કુમાર શાળા ખાતે બાળકોના સર્વાંગી વિકાસ હેતુ ભવ્ય આનંદ મેળો યોજાયો…

ભરૂચ જિલ્લાના નેત્રંગ સ્થિત પ્રાથમિક કુમાર શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે આનંદ મેળાનું આયોજન કરવામાં આવે છે.

ભરૂચ : નેત્રંગની પ્રાથમિક કુમાર શાળા ખાતે બાળકોના સર્વાંગી વિકાસ હેતુ ભવ્ય આનંદ મેળો યોજાયો…
X

ભરૂચ જિલ્લાના નેત્રંગ સ્થિત પ્રાથમિક કુમાર શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે આનંદ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વાનગીઓનું વેચાણ કરવામાં આવે છે. સાથો સાથ બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે આયોજન કરવામાં આવ્યું હતું.

આનંદ મેળો એ બાળકોમાં સર્જનાત્મક શક્તિઓને વિકાસ થાય તથા બાળકોને ભવિષ્યમાં વેપાર કરવાની તથા નફો નુકસાનની સમજ કેળવાય તથા વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય તેવા હેતુસર ભરૂચ જિલ્લાના નેત્રંગ સ્થિત પ્રાથમિક કુમાર શાળા ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આનંદ મેળામાં ગ્રામજનો તથા શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ આનંદ મેળો જોતા ટાઉનનું ખાણીપીણીનું બજાર યાદ આવે એવું હતું. ખૂબ જ સુંદર આયોજન અને શિક્ષણનું આ એક સરાહનીય પગલું કહેવાય તેમ છે. પ્રાથમિક કુમાર શાળાના આચાર્ય અનીતા વસાવા તથા શાળા પરીવાર દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક કુમાર શાળાના આ આનંદ મેળાને એસ.એમ.સી. અઘ્યક્ષ બાલુ વસાવાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આનંદ મેળામાં ખાણીપીણીના 26 જેટલા સ્ટોલ, રમત ગમતના સ્ટોલ, તેમજ સેલ્ફી પોઇન્ટ આ મેળામાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. બાળકો તથા ગામ લોકોએ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહી આનંદોત્સવને ઉજવ્યો હતો. આનંદ મેળાને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તેમજ તેઓના સ્ટાફગણે ખૂબ જહેમત ઉઠાવી હતી.

Next Story