ભરૂચ: નંદેલાવ વિસ્તારમાં અક્ષત કળશ શોભાયાત્રાનું ભવ્ય આયોજન,મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

શ્રી રામ જન્મભૂમિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભરૂચના નંદેલાવ વિસ્તારમાં અક્ષત કળશ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું.

ભરૂચ: નંદેલાવ વિસ્તારમાં અક્ષત કળશ શોભાયાત્રાનું ભવ્ય આયોજન,મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
New Update

શ્રી રામ જન્મભૂમિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભરૂચના નંદેલાવ વિસ્તારમાં અક્ષત કળશ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના સભ્યોએ ભાગ લીધો હતો.

સમગ્ર દેશમાં અયોધ્યાથી આવેલા શ્રી રામલલાની પૂજા કરેલા પ્રસાદીરૂપ અક્ષત ઘરે ઘરે પહોચાડી રસ્તામાં આવતી સોસાયટીના રહીશો ધ્વારા કળશ પૂજન તેમજ આરતીનો લાભ લઈ રહ્યા છે.જેના ભાગરૂપે ભરૂચના નંદેલાવ વિસ્તારમાં પણ રવિવારના રોજ ભવ્ય અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પુજીત અક્ષત કળશ યાત્રા ભરૂચના લિંકરોડ પર આવેલા સંકટમોચન હનુમાન મંદિર આલ્ફા સોસાયટી- નીલકંઠ સોસાયટી- મયુર પાર્ક - મંગલમ સોસાયટી- બાલાજી સોસાયટી-રાઘવ નગર - અમીધારા સોસાયટી- આશ્રય સોસાયટી- જગન્નાથ મંદિર- ચામુંડા સોસાયટી - આશ્રિવાદ પાર્ક- નીલમ નગર- જવાહર નગર - બુસા સોસાયટીમાં સમાપન કરાયું હતું.આ અક્ષત કળશ યાત્રામાં વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીના પ્રમુખઓ, મહિલા મંડળો, ગણેશ મંડળો સહિત ભાવિક ભકતોએ ડીજેના તાલે યાત્રાનું ભવ્ય સ્વાગત કરીને માથે અક્ષત કળશ મૂકીને જુમ્યા હતા.

#Bharuch #Gujarat #CGNews #Devotees #Worship #procession #Grand organization #Akshat Kalash #Nandelav area
Here are a few more articles:
Read the Next Article