ભરૂચ : રાષ્ટ્રભક્તિને અનોખી રીતે રજૂ કરવા "વીરાંજલિ"નું ભવ્ય આયોજન, ભાજપ અગ્રણીઓ કાર્યક્રમની તૈયારીમાં વ્યસ્ત

રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વીરાંજલી સમિતિ પ્રેરિત મેગા મ્યુઝિકલ ડ્રામા વીરાંજલી કાર્યક્રમનું ભવ્ય આયોજન

New Update
ભરૂચ : રાષ્ટ્રભક્તિને અનોખી રીતે રજૂ કરવા "વીરાંજલિ"નું ભવ્ય આયોજન, ભાજપ અગ્રણીઓ કાર્યક્રમની તૈયારીમાં વ્યસ્ત

રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વીરાંજલી સમિતિ પ્રેરિત મેગા મ્યુઝિકલ ડ્રામા વીરાંજલી કાર્યક્રમનું ભવ્ય આયોજન ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉંડ ખાતે આગામી તા. 11 જૂનના રોજ કરવામાં આવ્યું છે. જેની માહિતી આપવા હેતુસર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર તુષાર સમેરા, અધિક જિલ્લા કલેકટર જે.ડી.પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ આટોદરિયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ધર્મેશ મિસ્ત્રી ઉપરાંત સમગ્ર ઇવેન્ટના સી.ઇ.ઓ. જીતેન્દ્ર બાંધાનીયા તેમજ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેકટરે ભરૂચના આંગણે યોજાઈ રહેલ વીરાંજલી કાર્યક્રમ માટે સૌને આમંત્રણ પાઠવી તે અંગેની વિગતો આપી હતી. તો બીજી તરફ આ કાર્યક્રમમાં 20 હજારથી પણ વધુ લોકો ઉપસ્થિત રહેવાની તંત્રને આશા છે, ત્યારે આ કાર્યક્રમ માટે સ્ટેજ, બેઠક વ્યવસ્થા, પાણી, લાઈટિંગ અને સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થાને અંતિમ ઓપ આપવા માટે વહીવટી તંત્રની સાથે જ ભરૂચ જિલ્લા ભાજપ જિલ્લા પ્રમુખ સહિત ભાજપના કાર્યકરો પણ વ્યસ્ત જોવા મળી રહ્યા છે.

Latest Stories