ભરૂચ: વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન,પરંપરાગત પોશાક સાથે લોકો જોડાયા

આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક, આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે તા9 ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે

New Update
ભરૂચ: વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન,પરંપરાગત પોશાક સાથે લોકો જોડાયા

આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક, આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે તા9 ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે રાજ્યભરમાં વસતા આદિવાસી સમાજના લોકોએ આજરોજ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી હતી.

વર્ષ 1994માં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારથી 9 ઓગષ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આદિવાસી સમુદાયોના લોકો, આદિવાસી સંગઠનો વિશ્વભરમાં સામૂહિક રીતે આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરે છે ત્યારે ભરૂચ શહેરના આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી શહેરના ઇદગાહ ગ્રાઉન્ડથી નીકળી હતી અને રેલ્વે સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પૂર્ણ કરવામાં આવી હતી॰આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન આદિવાસી સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Latest Stories