Connect Gujarat
ભરૂચ

ભરૂચ: GSRTCને દિવાળીના તહેવારોમાં રૂ.2.60 કરોડની થઈ આવક, 6.80 લાખ મુસાફરોએ મુસાફરીનો લીધો લાભ

ભરૂચ GSRTCને દિવાળી પર્વના તહેવારોમાં 6.80 લાખ મુસાફરોએ 9 દિવસમાં સરકારી બસોમાં મુસાફરી કરતા ₹2.60 કરોડની આવક થઈ છે.

X

ભરૂચ GSRTCને દિવાળી પર્વના તહેવારોમાં 6.80 લાખ મુસાફરોએ 9 દિવસમાં સરકારી બસોમાં મુસાફરી કરતા ₹2.60 કરોડની આવક થઈ છે.

દિવાળી વેકેશન અને તહેવારોને લઈ ભરૂચ એસ.ટી.વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન અને એક બસના મુસાફર થાય તો કહે તે જગ્યાથી બસ દોડાવવાનું આયોજન કરાયું હતું.ભરૂચના નવા સિટી સેન્ટર બસ સ્ટોપ, ભોલાવ સેટેલાઇટ ડેપો, અંકલેશ્વર, રાજપીપળા, જંબુસર, ઝઘડિયા ડેપો સાથે ઝાડેશ્વર, નર્મદા ચોકડી સહિતના પિકઅપ સ્ટેન્ડથી બસનું સંચાલન હાથ ધરાયુ હતું.જેમાં એસટી વિભાગ દ્વારા 100 વધુ બસોનું સંચાલન કર્યું હતું.ભરૂચ ST ડેપોના મેનેજર વિશાલ છત્રીવાલાએ માહિતી આપી હતી કે, તહેવારોના દિવસોમાં ડ્રાઈવર - કંડકટર સહિત તમામ સ્ટાફ ફરજ પર હાજર રહ્યો હતો. જેને લઈ મુસાફરોની સંખ્યામાં ગત વર્ષની સરખામણી 61.16 ટકા આવકમાં 28.90 ટકાનો વધારો નોંધાયો છે.ભરૂચ વિભાગમાં તહેવારોના 9 દિવસમાં 6.80 લાખ લોકોએ મુસાફરી કરતા રૂ.2.60 કરોડની આવક થઈ છે. ગત વર્ષ 2.09 કરોડની આવક અને 4.59 લાખ મુસાફરો આ દિવસોમાં મુસાફરી કરી હતી. સૌથી વધુ મુસાફરો અને આવક પડતર દિવસ અને નવા વર્ષે નોંધાઇ હતી.

Next Story