Connect Gujarat
ભરૂચ

ભરૂચ: એમિટી સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને E-FIR અંગે માર્ગદર્શન અપાયું, વડોદરા રેન્જના IG એમ.એસ. ભરાડા રહ્યા ઉપસ્થિત

ભરૂચની શ્રવણ ચોકડી નજીક આવેલ એમીતી સ્કૂલ ખાતે ઇ-એફ.આઈ.આર. અંગે માર્ગદર્શ્ન આપતા સેમિનારનું આયોજન કરવાં આવ્યું હતું.

X

ભરૂચની એમીટી શાળા ખાતે વડોદરા રેન્જના આઈ.જી. એમ.એસ. ભરાડાની અધ્યક્ષતામાં ઇ.એફ.આઈ.આર.અંગેના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચની શ્રવણ ચોકડી નજીક આવેલ એમીતી સ્કૂલ ખાતે ઇ-એફ.આઈ.આર. અંગે માર્ગદર્શ્ન આપતા સેમિનારનું આયોજન કરવાં આવ્યું હતું. જેમાં વિશેષ ઉપસ્થિત વડોદરા રેન્જના આઈ.જી. એમ.એસ ભરાડાએ જણાવ્યુ હતું કે ભરૂચ જિલ્લા અને રાજ્યમાં છાશવારે મોબાઈલ અને વાહનોની ચોરીની ઘટનાઓ બનતી હોય છે આ અંગે ઈ-એફ.આઈ.આર.માં ફરિયાદી સિટીઝન પોર્ટલ પર ફરિયાદ કરી શકાશે ઈ-એફ.આઈ.આર વાહન કે ફોન ચોરી અંગે જ ફરિયાદ કરી શકાશે અને ફરિયાદીને તેની ફરિયાદની ઈ-મેલ અથવા SMS થી તમામ જાણ પણ જે તે પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે ભરુચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ, એ.એસ.પી વિકાસ સુંડા,આચાર્ય પ્રકાશ મહેતા સહિત શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

Next Story