ભરૂચ: પાલેજ રેલવે સ્ટેશન પર ગુજરાત એકસપ્રેસ ટ્રેનને પુનઃ સ્ટોપેજ મળ્યું, સાંસદ મનસુખ વસાવાએ કરાવ્યુ પ્રસ્થાન

પાલેજ રેલ્વે સ્ટેશન પર ગુજરાત એક્ષપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવતા આજરોજ સાંસદ મનસુખ વસાવાએ લીલીઝંડી બતાવી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યુ હતું

New Update
ભરૂચ: પાલેજ રેલવે સ્ટેશન પર ગુજરાત એકસપ્રેસ ટ્રેનને પુનઃ સ્ટોપેજ મળ્યું, સાંસદ મનસુખ વસાવાએ કરાવ્યુ પ્રસ્થાન

ભરૂચના પાલેજ રેલ્વે સ્ટેશન પર ગુજરાત એક્ષપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવતા આજરોજ સાંસદ મનસુખ વસાવાએ લીલીઝંડી બતાવી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યુ હતું

ભરૂચના પાલેજ રેલવે સ્ટેશન પર કોરોના કાળ દરમિયાન બંધ થયેલી ગુજરાત એકસપ્રેસ ટ્રેનનું પુનઃ સ્ટોપેજ મળતા પાલેજ નગર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. શુક્રવારના રોજ ભરૂચના સાંસદ મનસુખવસાવાએ ગુજરાત એકસપ્રેસ ટ્રેન પાલેજ રેલવે સ્ટેશન પર આવી પહોંચતા ફુલહાર કરી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. કોરોના કાળ બાદ ટ્રેન બંધ થતા રોજિંદા અપ ડાઉન કરતા નોકરિયાતો તેમજ વ્યવસાય અર્થે ભરૂચ તેમજ સુરત સુધી જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડતી હતી.આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ હતું દાદર - અજમેર ટ્રેન માટે પણ પ્રયાસો ચાલી રહ્યા છે ટુંક સમયમાં દાદર - અજમેર ટ્રેન પણ પાલેજ રેલવે સ્ટેશન પર સ્ટોપ મળશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે શેડનો જે પ્રશ્ન છે તે પણ હલ થશે એમ તેઓએ જણાવ્યું હતું.

Latest Stories