ભરૂચ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “યોગ ગરબા” ઉત્સવ યોજાયો, યોગ પ્રેમી બહેનોએ કરી અનોખી રીતે ઉજવણી...

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચ શહેરની દેવદર્શન સોસાયટીમાં ગરબા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “યોગ ગરબા” ઉત્સવ યોજાયો, યોગ પ્રેમી બહેનોએ કરી અનોખી રીતે ઉજવણી...
New Update

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચ શહેરની દેવદર્શન સોસાયટીમાં ગરબા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યોગપ્રેમી બહેનોએ ઉત્સાહભેર યોગ ગરબા કર્યા હતા.

માં આદ્યશક્તિની સાધના, આરાધના અને ઉપાસનાના પાવન પર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ભરૂચ જિલ્લાના યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલ દ્વારા ભરૂચની દેવદર્શન સોસાયટીમાં તાલીમ દરમ્યાન યોગ પ્રેમી બહેનોએ યોગ ગરબા રમી નવરાત્રી ઉત્સવની ઉજવણી કરી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર અને મહિલા પતંજલિ યોગ સમિતિના ભરૂચ જિલ્લાના પ્રભારી હેમા પટેલ દ્વારા સૌ યોગ ટ્રેનર બહેનોને સંગીતમય ગરબાના તાલે વિવિધ યોગ કરાવ્યા હતા. લયબદ્ધ ગરબાના તાલ અને સંગીતને લીધે સૌ યોગ ટ્રેનર બહેનો ઝુમી ઉઠ્યા હતા. ગરબા અંતે સૌએ માઁ નવદુર્ગાને પ્રાર્થના કરી હતી કે, સૌને બળ, બુદ્ધિ, સુખ, આરોગ્ય, શાંતિ, ખ્યાતિ, નિર્ભયતા અને સમૃદ્ધિ પ્રદાન કરે. નારીશક્તિના પ્રતિકરૂપ આ પાવનકારી પર્વ, માઁ જગદંબા સૌનું જીવન નિરામય,ઉત્સાહમય અને મંગલમય બનાવે તેવી કામના કરી હતી.

#CGNews #organized #Gujarat State Yoga Board #Yoga Garba #Festival #celebrated #Gujarat
Here are a few more articles:
Read the Next Article