ભરૂચ : ઝઘડિયાના સારસા નજીક રેતી ભરેલી હાઈવા ટ્રક પલટી મારી જતાં અકસ્માત, કોઈ જાનહાનિ નહીં...

પૂરપાટ ઝડપે ધસી આવેલ હાઇવા ટ્રક ઊંધું પલટી મારતા હાઇવા ટ્રકના કેબિનનું કચ્ચરઘાણ વળી ગયું

ભરૂચ : ઝઘડિયાના સારસા નજીક રેતી ભરેલી હાઈવા ટ્રક પલટી મારી જતાં અકસ્માત, કોઈ જાનહાનિ નહીં...
New Update

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા નજીક રેતી ભરેલી હાઈવા ટ્રક પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામ નજીક સરદાર વલ્લભભાઈ SOU પ્રતિમાને જોડતા રાજ્ય ધોરીમર્ગ પર રેતી ભરેલ પૂરપાટ ઝડપે દોડી આવતી હાઇવા ટ્રક અચાનક પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો.

હાઇવા ચાલક ઉમલ્લા તરફથી રાજપારડી તરફ જઈ રહ્યો હતો, તે સમયે સારસા ગામ પાસે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કે, અન્ય કોઈ કારણોસર હાઇવા ટ્રક પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે ધસી આવેલ હાઇવા ટ્રક ઊંધું પલટી મારતા હાઇવા ટ્રકના કેબિનનું કચ્ચરઘાણ વળી ગયું હતું. જેથી ટ્રકને મોટું નુકશાન થવા પામ્યું હતું. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની નહીં થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

#Bharuch #road accident #ConnectGujarata #truck #Truck Accident #accident news #હાઇવા ટ્રક
Here are a few more articles:
Read the Next Article