ભરૂચ: GIDCમાં કંપનીમાં મસ્તી કરવી કામદારને પડી ભારે, ઉંચાઇ પરથી નીચે પટકાતા કામદારનું મોત
ભરૂચ જીઆઈડીસીમાં કેટલાક કામદારોને ચાલુ કામ દરમિયાન મસ્તી કરવાનું પરીણામ સાથી કામદારના મોતથી ચૂકવવું પડ્યું હતું
BY Connect Gujarat Desk29 Sep 2022 8:42 AM GMT

X
Connect Gujarat Desk29 Sep 2022 8:42 AM GMT
ભરૂચ જીઆઈડીસીમાં કેટલાક કામદારોને ચાલુ કામ દરમિયાન મસ્તી કરવાનું પરીણામ સાથી કામદારના મોતથી ચૂકવવું પડ્યું હતું
ભરૂચ જીઆઇડીસીમાં આવેલ મેટલ ફાસ આઈ કંપનીમાં કેટલાક કામદારો પ્લેટ ફોર્મ પર કામ કરી રહ્યા હતા તે દરમિયાન મહેશ બાબુ રાઠોડ ઉંમર વર્ષ 45 રહે.દાંડીયા બજાર અંબાજી મંદિર પાસેનાઓ સાથે મસ્તી કરતા હતા તે દરમિયાન કંપની માં આવેલ પ્લેટફોર્મ પરથી આચનક નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેને તાત્કાલિક કંપની સ્ટાફ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા હાજર તબીબીએ મૃત જાહેર કર્યો હતો.આ ઘટનાની જાણ સી ડિવિઝન પોલીસને થતા પોલીસ ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે પોહોંચી મૃતદેહનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે
Next Story