Connect Gujarat
ભરૂચ

ભરૂચ:ગાઢ ધુમ્મસની ચાદરના કારણે હિલ્સસ્ટેશન જેવો માહોલ, વિઝિબ્લિટી ઘટતા વાહનચાલકોને મુશ્કેલી

ભરૂચ જીલ્લામાં આજે ગાઢ ધુમ્મસભર્યું વાતવારણ જોવા મળ્યું હતું જેના કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડી હતી

X

ભરૂચ જીલ્લામાં આજે ગાઢ ધુમ્મસભર્યું વાતવારણ જોવા મળ્યું હતું જેના કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડી હતી

ભરૂચ જિલ્લામાં ઠંડીનો પારો વધતાની સાથે વાતાવરણમાં ધુમ્મ્સ છવાયું હતું. આજે વહેલી સવારે ગાઢ ધુમ્મ્સ નજરે પડ્યું હતું. આ કારણે વિઝિબ્લિટીમાં ઘટાડો થયો હતો તો વાહનચાલકોને પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.આજે સવારથી વાતાવરણમાં ઠંડીનો અહેસાસ વધુ થઇ રહ્યો છે. ઠંડી વધવા સાથે ધુમ્મ્સ પણ છવાયું હતું. વહેલી સવારે દૂરની ચીજોને જોવામાં તકલીફ પડી રહી હતી. વાહનચાલકો માટે વાતાવરણની આ સ્થિતિ પડકારજનક બની હતી. નેશનલ હાઇવે 48 અતિવ્યસ્ત માર્ગ છે જ્યાં વિઝિબ્લિટીમાં ઘટાડો અકસ્માતનો ભય ઉભો કરે છે. હાઇવે પર વાહનો ધીમી ગતિએ દોડતા નજરે પડ્યા હતા

Next Story