/connect-gujarat/media/post_banners/0f9ce623a191a461b7aac8e8d58ca64323d6d537ba3294ccf6ee321640b438f1.jpg)
ભરૂચના લિંક રોડ પર માતેલા સાંઢની જેમ પૂરપાટ ઝડપે જઇ રહેલ ડમ્પર ચાલકે સાયકલ સવારને અડફેટે લેતા તેનું કરૂણ મોત નિપજયુ હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો
ભરૂચના લિંક રોડ પર અકસ્માતના બનાવો વારંવાર બનતા રહે છે ત્યારે આજે ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો.લિંક રોડ પર માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પર ચાલકે સાયકલ સવારને અડફેટે લીધો હતો જેમાં સાયકલ સવારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજયું હતું.સાયકલ સવાર સુરક્ષાકર્મી આ બનાવમાં મોતને ભેટયો હતો. બનાવની જાણ થતાની સાથે જ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને એવ ડિવિઝન પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો. શ્રવણ ચોકડી નજીકથી અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો. લિંક રોડ પર શંભુ ડેરી નજીકનો માર્ગ અકસ્માત ઝોન બની રહયો છે ત્યારે ભારે વાહનો પર સવારના સમયે પ્રતિબંધ હોવા છતા બેફામ દોડતા વાહનો પર તંત્ર દ્વારા અંકુશ કેમ લગાવવામાં નથી આવતો એના પર સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યા છે અને ભારે વાહનો પર પ્રતિબંધના જાહેરનામાની અમલવારી થાય એવી માંગ કરવામાં આવી છે