/connect-gujarat/media/post_banners/e9e0185eed5b1c7c3a234d7ccdef771a99932d18794345a4d67c63a939b4562e.jpg)
વડોદરાથી વાપી સુધી નેશનલ હાઇવે નંબર 48 પર નિયમ મુજબ એન્ટ્રી અને એક્ઝિટ ન હોય NHAI એ નોટીસો આપી કાર્યવાહી હાથ ધરી છે. હાઇવે ને અડીને આવેલી હોટલો, ધાબા, પેટ્રોલ પંપ, શો રૂમો, દુકાનો સહિત અન્ય વ્યવસાયિકોને એન્ટ્રી એક્ઝિટ આપવા નેશનલ હાઇવે ઓથોરિટીએ તાકીદ કરી છે. જેને લઈ ખોદકામ તેમજ પરમિશન અને બેંક ગેરેન્ટીના 3 લાખ જેટલી રકમને લઈ વડોદરા, ભરૂચ અને દક્ષિણ ગુજરાતના હોટેલિયનો વિરોધ નોંધાવી રહ્યાં છે.
ગુજરાત હોટલ એસોસિયેશને આ અંગે અગાઉ PMO અને કેન્દ્રીય પરીવહન મંત્રી નીતિન ગડકરીને પણ મળી રજુઆત કરી હતી. આજે મંગળવારે ભરૂચ અને વડોદરાના હાઈવેની હોટલોના માલિકોએ ભરૂચ NHAI ની કચેરીએ ઉમટી પડી યોગ્ય કરવા આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. આગામી સમયમાં જો હાઈવેની હોટલોને NHAI દ્વારા કનડગત દૂર કરી યોગ્ય રાહત નહિ અપાઈ તો હોટલો બંધ કરી ભૂખ હડતાળ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચરાઈ છે.