ભરૂચ: પોલીસ હેડ ક્વાટર ખાતે ICCના સ્ટાન્ડર્ડ મુજબનું ક્રિકેટ ગ્રાઉન્ડ નિર્માણ પામ્યું,ગૃહ રાજ્ય પ્રધાનના હસ્તે લોકાર્પણ

ભરૂચ પોલીસ હેડ ક્વાટર ખાતે ICCના સ્ટાન્ડર્ડ મુજબનું ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું

New Update
ભરૂચ: પોલીસ હેડ ક્વાટર ખાતે ICCના સ્ટાન્ડર્ડ મુજબનું ક્રિકેટ ગ્રાઉન્ડ નિર્માણ પામ્યું,ગૃહ રાજ્ય પ્રધાનના હસ્તે લોકાર્પણ

ભરૂચ પોલીસ હેડ ક્વાટર ખાતે ICCના સ્ટાન્ડર્ડ મુજબનું ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું..

ભરૂચ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાંના માર્ગદર્શન હેઠળ અત્યાધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ, ભરુચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, કલેક્ટર ડો.એમ.ડી.મોડીયા સહિતના આગેવાનો અને આમંત્રિતો તેમજ પોલીસ અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ભરુચ પોલીસ હેડ ક્વાટર ખાતે નિર્માણ પામેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ઇન્ટર નેશનલ ક્રિકેટ કાઉન્સીલના ધારાધોરણો પ્રમાણેનું છે જેમાં 3 વિકેટ બનાવવામાં આવી છે. ગ્રાઉન્ડના મેઈનટેનન્સ માટે વોટર સ્પ્રિંકલિંગ સિસ્ટમ પણ બનાવવામાં આવી છે તો સાથે જ ખેલાડીઓ માટે ચેઇન્જિંગ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. આ ક્રિકેટ ગ્રાઉન્ડ ભરુચ જિલ્લાના ઓદ્યોગીક એકમોના સહયોગથી નિર્માણ પામ્યું છે

Latest Stories