ભરૂચ : રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજની મહિલાઓનું પ્રતિક ઉપવાસ આંદોલન...

રાજપૂત છાત્રાલય ખાતે અસ્મિતા રક્ષણ આંદોલન સમિતિના નેજા હેઠળ સમસ્ત ક્ષત્રિય-રાજપૂત સમાજની ભરૂચ જીલ્લા મહિલા પાંખની 14 ક્ષત્રિયાણીઓએ રૂપાલા વિરુદ્ધ પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.

New Update
ભરૂચ : રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજની મહિલાઓનું પ્રતિક ઉપવાસ આંદોલન...

ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે અસ્મિતા રક્ષણ આંદોલન સમિતિના નેજા હેઠળ સમસ્ત ક્ષત્રિય-રાજપૂત સમાજની ભરૂચ જીલ્લા મહિલા પાંખની 14 ક્ષત્રિયાણીઓએ રૂપાલા વિરુદ્ધ પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.

રાજકોટના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાએ આપેલ એક નિવેદનથી રાજપૂત-ક્ષત્રિય સમાજની મહિલાઓની લાગણીને આહટ પહોંચતા છેલ્લા ઘણા સમયથી તેમની રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગ ઉઠી છે. જેમાં અનેક વખત ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધના કાર્યક્રમઓ આપવા છતાં, અને ભાજપ દ્વારા પણ અનેક વખત આ મામલે ક્ષત્રિય સમાજ સાથે બેઠક કરવા છતાં, આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી, ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા આ લડાઈને અસ્મિતાના રક્ષણની લડાઈ સાથે રૂપાલાની ઉમેદવારી રદ ન થતા હવે ક્ષત્રિય સમાજે બહિષ્કાર શરૂ કર્યો છે. ભૂતકાળમાં ક્ષત્રિય સમાજની 2 હજારથી વધુ મહિલાઓએ વડાપ્રધાનને પણ પોસ્ટકાર્ડ લખી પુરષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગ કરી હતી, ત્યારે આજે ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે સમસ્ત ક્ષત્રિય-રાજપૂત સમાજ ભરૂચ જિલ્લા મહિલા પાંખની 14 બહેનો દ્વારા પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ક્ષત્રિયાણીઓના જણાવ્યા મુજબ, આ લડાઈ સત્તા મેળવવા કે, સરકારને બાનમાં લેવા માટેની નથી. પરંતુ તેમના આત્મસન્માન માટેની વાત છે. જે રીતે "એક રાવણના લીધે આખી લંકાનો નાશ થયો હતો, તેમ આજે રુપાલાના લીધે આખી ભાજપનો નાશ થવા જઇ રહ્યો છે" તેવું પણ રાજપૂત સમાજની મહિલાઓએ જણાવ્યુ હતું. આ સાથે જ પ્રતિક ઉપવાસ પર બેસેલ ક્ષત્રિયાણી બહેનોએ હનુમાન જયંતી નિમિત્તે હનુમાનજીના પાઠ યોજી વિરોધ દર્શાવ્યો હતો.

Latest Stories