ભરૂચ: નોંધણી વગર મકાન ભાડે આપ્યું તો તમારી ખેર નથી, પોલીસે 14 મકાન માલિકો સામે કરી કાર્યવાહી

ભરુચ-અંકલેશ્વરમાં લોકસભા સામાન્ય ચુંટણી ટાણે જ ભરુચ એસ.ઑ.જી.એ જાહેરનામા ભંગના કુલ-૧૪ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

New Update

ગુનેગાર તત્વો મહત્વના શહેરોમાં ભાડેથી મકાનો દુકાનો રાખી શહેરનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિનો ચીત્તાર મેળવી અસામાજીક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે. આ પરિસ્થિતિને નિવારવા અને અંકુશમાં લેવા સહિત રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભય જનક વ્યકિતઓની સચોટ માહિતી મેળવવા લોકસભા સામાન્ય ચુંટણીમાં ભરુચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વડોદરા રેન્જ આઈ.જી સંદીપસિંહ અને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે જે જાહેરનામાનું ચુસ્ત પાલન થાય તે હેતુથી ભરુચ એસ.ઓ.જીના પી.આઈ એ.એ.ચૌધરી તેમજ એમ.વી.તડવીની સૂચનાને પગલે સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન અલગ અલગ પોલીસ મથકની હદમાં મકાનો,દુકાનો ભાડે આપી મકાન,દુકાન ભાડે આપી અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ભાડુઆત અંગેની નોંધણી નહી કરનાર મકાન માલિકો સામે કડક પગલાં ભરવામાં આવ્યા હતા પોલીસે ભરુચ-અંકલેશ્વરમાંથી જાહેરનામાનો ભંગ કરનાર 14 માલિકો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories