ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત આદિત્ય કોમ્પ્લેક્સમાં આવેલ ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
ગુજરાતની જાણીતી વીમા કંપની ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા છેલ્લા 15 વર્ષથી સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લામાં માનવ સેવાના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે, ત્યારે ભરૂચના કસક વિસ્તાર સ્થિત આદિત્ય કોમ્પ્લેક્સમાં આવેલ ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ બ્રાન્ચ ખાતે અંકલેશ્વરના કુમારપાળ ગાંધી બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અન્યોની મહામુલી જિંદગી બચાવવાના ભગીરથ કાર્યમાં સહભાગી થઈ રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના બ્રાન્ચ મેનેજર ગૌરવ ઠુમ્મર સહિતનો સાત્ફ તેમજ અંકલેશ્વરના કુમારપાળ ગાંધી બ્લડ બેન્કના તબીબો અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.