ભરૂચ : અયોધ્યા પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભાજપ દ્વારા વિવિધ વિસ્તારના મંદિરોમાં સફાઈ અભિયાન યોજાયું...

તા. 22 જાન્યુયારીના રોજ અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને PM મોદી દ્વારા લોકોને પોતાના વિસ્તારમાં સાફ-સફાઈ કરવા આહ્વાન કરાયું છે

New Update
ભરૂચ : અયોધ્યા પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભાજપ દ્વારા વિવિધ વિસ્તારના મંદિરોમાં સફાઈ અભિયાન યોજાયું...

તા. 22 જાન્યુયારીના રોજ અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને PM મોદી દ્વારા લોકોને પોતાના વિસ્તારમાં સાફ-સફાઈ કરવા આહ્વાન કરાયું છે, ત્યારે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા મંદિર ખાતે ભાજપ દ્વારા સફાઈ અભિયાન યોજાયું હતું.

આગામી તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશ રામમય બની આ મહાઉત્સવની તૈયારીઓમાં જોતરાય ગયો છે. તો બીજી તરફ, અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને PM નરેન્દ્ર મોદી દ્વારા લોકોને પોતાના વિસ્તારમાં શહેર અને શેરીઓમાં સાફ-સફાઈ કરવા આહ્વાન કરાયું છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભરૂચ શહેરના વિવિધ મંદિરોમાં સફાઈ અભિયાન યોજાયું હતું. ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયત સામે આવેલ શ્રી રામજી મંદિર, લિંક રોડ સ્થિત મોઢેશ્વરી મંદિર, ઝાડેશ્વર સ્થિત રામ-જાનકી મંદિર ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે જ પોતાના શહેર અને શેરીઓને સ્વચ્છ રાખવા ગ્રામજનો દ્વારા સંકલ્પ લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ સહિત, ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ તેમજ સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories