ભરૂચ : જંબુસર પંથકમાં રમજાન ઈદ પર્વની પરંપરાગત અને શાંતિમય માહોલમાં ઉજવણી કરાય...

મુસ્લિમ ધર્મમાં રમઝાન માસમાં રોઝા રાખવામાં આવતા હોય છે. રમજાન ચાંદ દેખાતા જ સમગ્ર વિસ્તારોમાં રમઝાનમય માહોલ છવાઈ જતો હોય છે.

New Update
ભરૂચ : જંબુસર પંથકમાં રમજાન ઈદ પર્વની પરંપરાગત અને શાંતિમય માહોલમાં ઉજવણી કરાય...

ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં ઈદ ઉલ ફિત્ર નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ઇદગાહ તેમજ મસ્જિદોમાં નમાજ અદા કરવામાં આવી હતી. આ સાથે જ શહેર અને દેશમાં એકતા અને ભાઈચારો બની રહે, સૌ નિરોગી રહે, પ્રગતિ કરે તેવી દુઆઓ કરવામાં આવી હતી.

મુસ્લિમ ધર્મમાં રમઝાન માસમાં રોઝા રાખવામાં આવતા હોય છે. રમજાન ચાંદ દેખાતા જ સમગ્ર વિસ્તારોમાં રમઝાનમય માહોલ છવાઈ જતો હોય છે. આખો મહિનો રોજા રાખ્યા બાદ ઈદનો ચાંદ દેખાતા સવારના ઇદ મનાવાતી હોય છે. ઈદ એટલે ખુશીનો તહેવાર... શાંતિ ભાઇચારાનો સંદેશ લઈને આવતા ઇદના તહેવાર નિમિત્તે એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પેશ કરાતી હોય છે, ત્યારે આજરોજ ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં રમજાન ઈદ પર્વની પરંપરાગત ઉત્સાહ અને શાંતિમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. દરેક મસ્જિદો અને ઇદગાહમાં મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી. જંબુસર શહેર અને તાલુકામાં અમન, શાંતિ, ભાઈચારો બની રહે, સૌ નીરોગી રહે, પ્રગતિ કરે તેવી દુઆઓ કરવામાં આવી હતી. આ સાથે જ એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી. ધાર્મિક વડાઓ મૌલવીઓ દ્વારા ખાસ તકરીર દ્વારા તમામ સમાજ માટે દુઆઓ ગુજારવામાં આવી હતી. આ સહિત જંબુસર મગણાદી ભાગોળ ટોપેક્સ ટેલર્સ પાસે રઝાએ મુસ્તફા યંગ કમિટી દ્વારા ઈદ મિલન સમારંભનું આયોજન પ્રમુખ આરીફ મલેક સહિત કમિટીના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં માજી ધારાસભ્ય સંજય સોલંકી, શહેર પ્રમુખ ચંદ્રકાંત પટેલ, જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રભુદાસ મકવાણા, ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા, બીજેપી તાલુકા પ્રમુખ બાલુ ગોહિલ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, અનીશ વકીલ, શાકીર મલેક, ઈમ્તિયાઝ હુસેન સૈયદ, અનવર બાપુ સહિત નગરપાલીકા સદસ્ય તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગામમાં સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

Latest Stories