Connect Gujarat
ભરૂચ

ભરૂચ:જંબુસર પંથકમા નર્મદા કેનાલની સાફસફાઈ ના થવાના કારણે ખેડૂતોનો ઊભો પાક નિષ્ફળ જવાની શક્યતા, ધરતીપુત્રોમાં રોષ

કેનાલોમાં સાફ સફાઈ ન થવાને કારણે અને પાણી ના છોડવાને લઈને ખેડૂતોને પાણી મળતું નથી

X

ભરૂચના જંબુસર પંથકમા નર્મદા કેનાલની સાફસફાઈ ના થવાના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકશાન જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ભરૂચ જંબુસર તાલુકાનાં સારોદ મુખ્ય કેનાલમાંથી નોબર બ્રાન્ચ માયનોર પસાર થાય છે. જે ભોદર રામપુર ગામને પાણી મળે છે પરંતુ ચાલુ સાલે ચોમાસાની ઋતુ પૂરી થતાં આ કેનાલોમાં મોટા મોટા ઝાડી-ઝાંખરા અને નકામો ઘાસચારો ઊગી નીકળ્યો છે. સારોદથી નોબર – ભોદર બ્રાન્ચ માયનોર બેમાં ચોમાસાની ઋતુ પૂરી થવા છતાં આ કેનાલોમાં સાફ સફાઈ ન થવાને કારણે અને પાણી ના છોડવાને લઈને ખેડૂતોને પાણી મળતું નથી જેના કારણે અત્યારે મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જવાની દહેશત ઊભી થઈ છે.

તો નર્મદા નિગમના અધિકારીઓ તાકીદે ભોદર માઇનોર બે મા -સાફ-સફાઈ કરાવે અને ખેડૂતોને તાકીદે નર્મદાના નીર પહોંચાડે એવી લોક માંગ છે. અત્યારે ત્રણેય ગામોની સીમમાં જમીનમાં ભેજનો સંગ્રહ ન હોવાને કારણે કપાસ તેમજ તુવેર મગ જેવા ખરીફ પાકોમાં પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.આ માયનોર કેનાલમાં અત્યારે સાફ સફાઈ ન થવાને કારણે પાણી આવતું નથી.

Next Story