/connect-gujarat/media/post_banners/62d62a641a70230e46825737fdde19deb799e18e16bfbd8d51125b114851790f.jpg)
"ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ" ના ગગનભેદી નારા સાથે ભરૂચ જિલ્લાના જંબુસર નગર સ્થિત નાગેશ્વર તળાવમાં આજે 7 દિવસે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
ભરૂચના જંબુસર નગરમાં અત્યંત ધાર્મિક વાતાવરણમાં શ્રીજીને ભક્તોએ ભારે હૈયે વિદાય આપી હતી. જંબુસર ટાઉનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નાની-મોટી પ્રતિમાઓની ઢોલ-નગારાના તાલે શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી, ત્યારે આ શોભાયાત્રા ગણેશ ભક્તોની ઉપસ્થિતમાં પરંપરાગત રૂટ પર પસાર થઈ નાગેશ્વર તળાવ પહોચી હતી, જ્યાં આજે 7 દિવસે ગણેશજીની પ્રતિમાઓનું શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપૂર્ણ વિધિ વિધાન સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું.