ભરૂચ:ન.પા.સંચાલિત સરદાર શોપિંગ સેન્ટરમાં ફરી એકવાર સ્લેબના પોપડા ખર્યા,લોકોના માથે જીવનું જોખમ

ભરૂચ નગર પાલિકા સંચાલિત અને શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરદાર શોપિંગ સેન્ટરના ઉપલા માળેથી સ્લેબના પોપડા ખરી પડતાં દોડધામ મચી જવા પામી હતી.

New Update

Advertisment

ભરૂચ નગરપાલિકા દ્વારા જર્જરિત જોખમી ઇમારતોને ઉતારી લેવા કે મરામત માટે ચોમાસા પૂર્વેની કવાયતના ભાગરૂપે નોટિસ પાઠવવામાં આવી છે ત્યારે પાલિકા સંચાલિત અને ટ્યુશન સહિત વિવિધ વ્યવસાયિક પ્રવુતિથી ધમધમતા સ્લેબમાંથી ડોકિયા કરતા સળિયાથી જર્જરિત થઇ ગયેલા સરદાર શોપિંગ સેન્ટરમાં સ્લેબ પડતાં ગભરાટ પ્રસરી ગયો હતો.સદનસીબે વેકેશન હોવાથી કોઈ જનહાની થઈ ન હતી.છેલ્લા કેટલાય વર્ષોથી અહીંના વ્યવસાયકારો મરામત માટેની માંગણી કરી રહ્યા છે પણ પાલિકાના જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ માત્ર ઠાલા વચનો આપતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે

Advertisment