/connect-gujarat/media/post_banners/19d036e96f52b1ad4d6613706a3d558d87babb74c738d27b8688c4cbfbd5f621.webp)
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ ગામ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે શિવ અવતરણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના આમોદ તાલુકાના સરભાણ ગામ સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ કેન્દ્ર ખાતે અખિલ ગુજરાત 87મી શિવજયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ-કરજણ કેન્દ્રના સંચાલિકા દીપિકા દીદી, આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર તેમજ શિવરાજપુરના વીણા દીદીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કુમારી હેમાની દ્વારા શિવનૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. પ્રજાપિતા બ્રહ્માકુમારીઝના બહેનોએ પ્રાસંગીક ઉદબોધન કરી રાજયોગનું મહત્વ સમજાવી હાજર લોકોને રાજયોગનો લાભ લેવા જણાવ્યું હતું. આમોદ તાલુકા વિકાસ અધિકારીએ પણ પ્રાસંગીક ઉદબોધન કરી આધ્યાત્મિક શક્તિ જીવનમાં ખૂબ જ ઉપયોગી હોવાનું જણાવ્યું હતું. તા. 12મી ફેબ્રુઆરથી 19મી ફેબ્રુઆરી સુધી આયોજિત શિવજયંતિની ઉજવણી પ્રસંગે આધ્યાત્મિક ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.