ભરૂચ:શણકોઈ ગામે ૯ ઝુંપડા વનવિભાગે તોડી પાડ્યા હોવાના આક્ષેપ સાથે લોકોમાં રોષ

ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના શણકોઈ ગામે જંગલની જમીનમાં ઝુંપડા બનાવી દેવાનો વિવાદ વધુ વકયૉ છે.

New Update
ભરૂચ:શણકોઈ ગામે ૯ ઝુંપડા વનવિભાગે તોડી પાડ્યા હોવાના આક્ષેપ સાથે લોકોમાં રોષ

ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના શણકોઈ ગામે જંગલની જમીનમાં ઝુંપડા બનાવી દેવાનો વિવાદ વધુ વકયૉ છે.સ્વાભાવિક છેકે,પરીવારનો વિસ્તાર થાય એટલે પરીવારના સભ્યોને ઘરમાં રહેવા માટે અગવડનો સામનો કરવો પડે છે.એટલે રસ્તાની સમાંતર જ જંગલની જમીનમાં શણકોઈ ગામના રહીશોએ ૯ જેટલા ઝુંપડા બનાવ્યા હતા.પરંતુ જંગલની જમીનમાં ઝુંપડા બનાવ્યાની જાણ નેત્રંગ વનવિભાગને થતાં ઝુંપડા ખાલી કરવા વનવિભાગે કાયઁવાહી હાથધરી હતી.ત્યારબાદ માર્ચ-૨૦૨૩માં ઝઘડીયાના ધારાસભ્ય રિતેશભાઇ વસાવાની અધ્યક્ષસ્થાને નેત્રંગ વનવિભાગના આરએફઓ સરફરાઝ ઘાંચી અને શણકોઈ ગ્રામજનો વચ્ચે વાટાઘાટ થયો હતો.બંને પક્ષોની સંમિતિથી આખરે મામલો શાંત પડ્યો હતો.પરંતુ વિવાદનો સુખેદ અંત નહીં આવતા નેત્રંગ વનવિભાગે જંગલની જમીનમાં ઝુંપડા બનાવી દેનાર સામે લાલ આંખ કરતાં તમામ ૯ ઝુંપડા પુરતા બંદોબસ્ત તોડી પાડતા મામલો ગરમાયો હતો.ગ્રામજનોમાં ભારે ચહલપહલ મચી જવા પામી હતી.ઉલ્લેખનીય છે કે,નેત્રંગ વનવિભાગે શણકોઈ ગામે ૯ ઝુંડપા હટાવ્યા પરીવારના સભ્યો ઘરવિહોણા બન્યા છે.ચોમાસાની સિઝનમાં રહેવા-જમવા સહિત માસુમ બાળકો સાથે ક્યાં જવું એક પેચીદો પ્રશ્ન ઉભો થયો છે.તેવા સંજોગોમાં પદાધિકારીઓ-અધિકારીઓ સાથે મળને શણકોઈ ગ્રામજનોને માળખાકીય રહેવા માટેની સુવિધાઓ પુરી પાડવમાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Advertisment
Read the Next Article

ભરૂચ ટ્રક અને સરકારી જીપ વચ્ચે અકસ્માત, જંબુસરના પ્રાંત અધિકારીનો ચમત્કારિક બચાવ

ભરૂચ જિલ્લાના આમોદ ચાર રસ્તા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જંબુસરના પ્રાંત અધિકારી ડો. એસ.એમ. ગાંગુલીની સરકારી જીપને ટ્રક ચાલકે

New Update
accident આમોદ

ભરૂચ જિલ્લાના આમોદ ચાર રસ્તા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જંબુસરના પ્રાંત અધિકારી ડો. એસ.એમ. ગાંગુલીની સરકારી જીપને ટ્રક ચાલકે અચાનક ટક્કર મારતા ઘટનાની તીવ્રતા વધી હતી. આ અકસ્માત દરમિયાન ગાંગુલી સાહેબનો ચમત્કારિક બચાવ થયો હતો.

Advertisment

પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રક ચાલકે જીપને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં તેની વાહન પરનો કાબૂ ગુમાવી બેઠો અને સીધી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે નજીકના વિસ્તારમાં ટ્રાફિક જામ જેવી સ્થિતિ ઊભી થઇ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ દોડી આવી હતી અને ઘટના સ્થળ પર કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ ટ્રાફિકને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો, અકસ્માત અંગે આગળની તપાસ હાથ ધરાઈ છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ, જો જીપ થોડી સેકન્ડ પણ આગળ વધી ગઈ હોત, તો મોટો વિઘાટ સર્જાઈ શક્યો હોત. સદભાગ્યે કોઈ જાનહાનિ ટળી છે.

Advertisment