Connect Gujarat
ભરૂચ

ભરૂચ: શુકલતીર્થના મેળામાં ચકડોળ બંધ હાલતમાં, મોરબીની ઘટના બાદ તંત્રએ ન આપ્યું ફિટનેશ સર્ટિફિકેટ

મોરબીની દુર્ઘટના બાદ ફિટનેશ સર્ટિફિકેટ નહીં આપવામાં આવતા ચગડોળ બંધ હાલતમાં રહેતા યાત્રાળુઓમાં રોષ જોવા મળી રહયો છે

X

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે યોજાતા પરંપરાગત મેળામાં ચકડોળ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે. મોરબીની દુર્ઘટના બાદ ફિટનેશ સર્ટિફિકેટ નહીં આપવામાં આવતા ચગડોળ બંધ હાલતમાં રહેતા યાત્રાળુઓમાં રોષ જોવા મળી રહયો છે

ભરૂચના શુકલતીર્થ ગામે પાંચ દિવસીય જાત્રા યોજાઈ છે. મેળાનો રવિવારનો દિવસ હોવા છતાં મોરબીની ઘટના બાદ મનોરંજન એવા ચકડોળો ઉપર ગ્રહણ લાગી ગયું છે.મોરબીની હોનારતે આખા રાજ્યમાં હાહાકાર મચાવી દીધો હતો. ઘટનાની ગાજ ગ્રહણ રૂપે ભરૂચમાં કોરોના કાળ બાદ યોજાઈ રહેલી શુકલતીર્થની જાત્રા ઉપર પણ વરસી છે.જિલ્લા વહીવટી તંત્રની વધુ સતર્કતા અને કોઈપણ અનિચ્છનીય બનાવ કે અકસ્માત ટાળવાની પહેલે મેળામાં ત્રીજા દિવસે પણ મનોરંજનની રોનક જોવા મળી રહી નથી.

હાલતો ઈન્સ્પેકશન વગર ફિટનેસ સર્ટિફિકેટ મળી શકે તેમ નહિ હોવાથી ઉભી કરાયેલી અનેક ચકડોળો હાલ શો-પીસ બની રહી છે. મનોરંજન માટે વિવિધ રાઈડ્સ ઉભી કરનાર આયોજકને માથે લાખો રૂપિયાનો આર્થિક બોજ આવી પડ્યો છે. ફિટનેસ સર્ટિ ઈન્સ્પેકશન વગર થઈ શકે તેમ ન હોય મેળો પૂર્ણ થવાને આરે હોવા છતાં પણ મનોરંજન માટેની ચકડોળો શરૂ થઈ શકે તેમ નહિ હોવાની સ્થિતિ સર્જાઈ છે. લોકમેળામાં સૌથી વધુ મજા લોકોને ચકડોળમાં આવે છે પરંતુ સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ચકડોળ બંધ રાખવામા આવી છે જેના પગલે યાત્રાળુઓમાં નિરાશા જોવા મળી રહી છે

મોરબીમાં સર્જાયેલ ભયાનક દુર્ઘટનામાં 135થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો ત્યારે આવી ઘટના ફરીવાર ન બને અને મેળામાં કોઈ પણ પ્રકારની જાનહાની ન થાય એ માટે તંત્ર સતર્ક જોવા મળી રહ્યું છે ત્યારે આ વર્ષે શુકલતીર્થના મેળાની મજા લોકોએ ચગડોળ વગર જ માણવી પડશે

Next Story