Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વાગરાના સુવા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો, મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

જિલ્લાના વાગરા તાલુકાના સુવા ગામની પ્રાથમિક શાળામાં સામાજિક કાર્યકરો, શિક્ષકો તેમજ શિક્ષિકાઓનો સન્માન સમારંભ યોજાયો હતો.

X

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સુવા ગામની પ્રાથમિક શાળામાં સામાજિક કાર્યકરો, શિક્ષકો તેમજ શિક્ષિકાઓનો સન્માન સમારંભ યોજાયો હતો.

ભરૂચના વાગરા તાલુકાની સુવા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક સ્વ. ગોવિંદભાઈ પરમાર તથા સ્વ. જગદીશ પરમારની 25મી પૂણ્યતિથિ નિમિત્તે સ્વ.ગોવિંદભાઈના સુપુત્ર પંકજ પરમારે પ્રાથમિક શાળામાં જે શિક્ષક-શિક્ષિકાઓએ સેવા આપી હશે કે, સેવા આપી રહ્યા છે, તેવા શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો હતો. પ્રથમ પ્રાર્થના ચીમનભાઇ પરમારે રજૂ કરી હતી, જ્યારે શાળાની બળકીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. તો બીજી તરફ, શાળાનો સ્થાપના દિન પણ હોય જેથી વિશેષ પ્રસંગે 20 શિક્ષિકા બહેનો, 14 શિક્ષક ભાઈઓ તથા ગામના 32 સામાજિક કાર્યકરોનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ ધ્રુવ જોષી તથા અતિથિ વિશેષ સાહિત્યકાર ભગુ ભીમડા, કે.કે.રોહિત, દિગંત ત્રિવેદી, મંગળદાસ ગોહિલ, જે.સી.વ્યાસ સહિત સુવા ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story