ભરૂચ : ઝઘડીયાના ફૂલવાડી ગામે થયેલ ધિંગાણા મામલે આદિવાસી સમાજની જિલ્લા પોલીસ વડાને રજૂઆત...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ફૂલવાડી ગામે પટેલ સમાજ અને આદિવાસી સમાજ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું,

New Update
ભરૂચ : ઝઘડીયાના ફૂલવાડી ગામે થયેલ ધિંગાણા મામલે આદિવાસી સમાજની જિલ્લા પોલીસ વડાને રજૂઆત...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ફૂલવાડી ગામે પટેલ સમાજ અને આદિવાસી સમાજ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું, ત્યારે ન્યાયની માંગ સાથે આદિવાસી સમાજ દ્વારા પોલીસ વિભાગને રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ફૂલવાડી ગામ ખાતે પટેલ સમાજ અને આદિવાસી સમાજ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં બન્ને પક્ષોના કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના કારણે વિવિધ હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ, આ મામલે આદિવાસી સમાજ દ્વારા એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જ્યારે બન્ને પક્ષોની સામસામે ફરિયાદ બાદ પોલીસ એક તરફ ફરજ નિભાવતી હોવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજે ભરૂચ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી હતી. સમગ્ર પ્રકરણમાં સામે પક્ષને છાવરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજ દ્વારા લેખિતમાં રજૂઆત કરાય હતી. જેમાં વહેલી તકે સામે પક્ષના લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી આદિવાસી સમાજ દ્વારા માંગ ઉઠવા પામી છે.

Latest Stories